યુવાન તું હારવા જન્મ્યો નથી

  જિન્દગીનો સર્વશ્રેષ્ઠ તબક્કો એટલે યૌવન. શક્તિનો ધોધ,ઉત્સાહનો ધોધ,ઉમંગનો ધોધ, સાહસિકતાનો ધોધ,લાગણીઓના ઘોડા પર ગગનને પડકારવાની તમન્ના, આભને આંબવાની અભિલાષા, મસ્તક એનું આભે આડતું, પગ અડતા પાતાળ, ભોમીયા વિના ડુંગરે ભમવાનો આત્મવિશ્વાસ, ખુમારી અને જરૂર પડે ખૂવારી માટેની પણ તૈયારી, વાસંતી વૈભવને માણી લેવા બેચેન તન મન રૂપાળા દેખાવાના હોડ,સ્વપ્નશીલતા આકર્ષણ , પ્રેમ મોહના ઝંઝાવાતો વચ્ચે અગ્નિપરીક્ષાની ક્ષણો, મારે પાંખ વિના ઉડવાનું? મને ગગન પડે છે નાનું-ની મથામણ,થૌવનની અકે આગવી દુનિયા છે,વ્યાખ્યામાં ન સમાય લેવી, આંજ્યની પણ ઉતાવળ અને અંજાઈ જવાની પણ ઉતાવળ! બુદ્ધિ કરતાં હૃદયની વાત સાંભળવાની શ્રદ્ધા.જવાની એટલે જવાની.

                       ભારતીય સંસ્કૃતિની યૌવન પાસે અપેક્ષા છે.’ તૈત્તિરીય ઉપનિષદ’- નવજવાન કેવો હોવો જોઈએ એનું ચિત્ર આલેખતા કહે છે.

                    “  યુવા સ્યાત્ સાધુ, યુવા અધ્યાપક, આશીશથોદ્રઠેષ્ઠો, બલિષ્ઠ:”

મતલબ કે યુવાન સત્ચરિત્રશીલ, અભ્યાસનિષ્ઠ,આશાવાન દ્રઢ્નીશયી, અને બલ્સંપન્ન બને. અને ઉમેર્યું કે આવા નવજીવન માટે આખી પૃથ્વી દ્રવ્ય્મય બની જાય છે.   સ્વ. કન્ય રામનારાયણ પાઠકે યૌવનની તાકાતને બિરદાવતાં એટલે જ ગાયું હતું કે

                     “રુઝેવે જગના જખ્મો, આદર્યને પૂરાં કરે,

                       ચલાવે તંતુ સૃષ્ટિનો, ધન્ય તે નવ યૌવન.”

                              

‘પ્રતાપ’ના એક દીપોત્સવી અંકમાં ગણેશશંકર વિદ્યાથીએ નોંધ્યું હતું તેમ દેશની ખરી સંપતિ છે, તેનાં યુવક-યુવતીયો, જેમના શરીરની આભમાં પકૃતિનું સૌથી અધિક સ્પષ્ટ દર્શન થાય છે.એમનાં હૃદયમાં ઉદારતા અને કર્મણ્યતા,સહિષ્ટ્તાના અને અદમ્ય ઉત્સાહના સ્રોતનો પ્રવાહ પુરા જોશ સાથે વહે છે.

                       રામધારી સિંહ ‘દિનકર’ કેવા જવાનને જીવનમાં જીત મળે, એનું વર્ણન કરતાં કહે છે.

                     “પથ્થર-સી હો માંસપેશિયાં,

                      લોહે સે ભુજ દંડ અભય

                      નસ-નસ મેં હો લહર આગકી,

                       તભી જવાની માની જાય”

આઝાદી પેહલાં યુવાનો પાસે જેમના ઉદ્ત્ત વ્યક્તિત્વનું અનુકરણ કરી શકાય તેવા આદર્શ મહાપુરુષોની વણઝાર હતી.. એમનું જીવન યૌવન માટે પ્રેરણાની પરબ હતી. એમની ત્યાગવૃત્તિ, રાષ્ટ્રપ્રેમ યૌવનને તેમના માર્ગે ચાલવાનો પેગામ આપતી હતી.

                     આઝાદી પછી સમાજ અને રાજકારણની દશા અને દિશા બદલવા લાગી. પશ્ચિમી સંસ્કૃતિનો જોરદાર પવન કુંકાવા લાગ્યો અને જીવન મુલ્યો, આદર્શો, નૈતિકતા વગેરેનો નાશ થવા લાગ્યો. ભૌતિક્તવાદી દ્રષ્તિકોણે સાદગી,શ્રમપ્રિયતા અને સ્વાવલંબનના મૂળમાં ઘા કર્યો છે. પશ્ચિમના આંધળા અનુકરણને સ્વછ્ન્દ્તા , દેહની આળપંપાળ, સયમની શિથિલતા અને ભોગવિલાસનો ભારતીય જીવનને ચસ્કો લગાડ્યો. ભારતીય સંસ્કૃતિનાં ઉદાંત મુલ્યોને અવગણીને ત્યાગને બદલે ભોગ અને સત્તાલાલસા તરફ વળવા-ઢળવામાં લોકો જીવનની સાર્થકતા અનુભવવા લાગ્યા.

                     સામાજિક જવાબદારીનું સ્થાન અકેલપેટાપણાની વૃતિ લેવા લાગી. ખાન-પાન ફેશન, રૂપીઓ અને ક્ષણિક સુખોને સર્વસ્વ માનવાની વૃત્તિ બળવત્તર બની. ધર્મ અને શિક્ષણ વ્યક્તિત્વ ઘડતરનાં સબળ સાધનો, તેમાં પણ ‘ધન’ સંચય મુખ્ય લક્ષ્ય બની ગયું છે. ભ્રષ્ટાચાર, દગો,પ્રપંચ અને મુલ્યહીનતાએ માઝા મૂકી. ‘દામ્પત્ય’ સંસ્કારને બદલે ‘કરાર’ નું રૂપ

ધારણ કરવાને લીધે લગ્ન સંસ્થાના પાયા હચમચી ઉઠ્યા. લગ્નજીવનમાં વફાદારી, અનુકૂલન અને સહિષ્ણુતા ગૌણ બની ગયા. ‘મૈત્રીકરાર’ ફાવે ત્યાં સુધી લગ્ન વગરનાં સ્ત્રી-પુરુષના સંબંધોએ સદાચારના મૂળમાં ઘા કર્યા. શિક્ષણ જીવન વિદ્ધયાપક ણ રેહતાં વેપાર બની ગયું! અકબર એલાહ્બાદીએ કહ્યું છે તેમ

                      “ બચ્ચો મેં આયે કહાંસે, સંસ્કાર અપને માં-બાપ,

                        દૂધ હૈ ડિબ્બેકા, ઔર તાલિમ હૈ સરકાર કે”

                      આજના યુવાનમાં અપાર શક્તિ છે,સાહસિકતા છે, પણ એની સામે અનુકરણીય આદર્શો નથી. નોકરી મળે તો પણ ઓછા પગાર દ્વારા શોષણ અને અસ્થિરતા પ્રવેશ માટેનાં ફાંફા ,પણ પૈસાના જોરે ધર્યો પ્રવેશ માટેનાં દ્વાર ખૂલ્લાં! યુવાન હતાશ થય જાય છે. એમાં સ્વપ્નો નંદવાય છે. મોંઘવારીની ભીસમાં પીડાતા ગરીબ માં-બાપ અને બીજી તરફ રૂપિઆના છોળા વચ્ચે સંતાનને હુંફ આપવા સમય ણ ફાળવી શકતાં આત્માંકેન્દ્રી માં-બાપ! બજારવાદ અને પશ્ચિમી સંસ્કૃતિને લીધે ખાન-પાન સોઉંન્દર્ય અને ફેશન પ્રત્યે યૌવનની આંધળી દોડ અને ફિજુલખર્ચી, પરિણામે વકરતી જતી અપ્રાધવૃતિ ચલચિત્રો અને ધારાવાહિકોમાં સંયમના લીરા ઉડાડતાં દ્રશ્યોની બોલબાલા! પરિણામે જાતીય સુખો માટેનું વધતું જતું વિવેકહીન આકર્ષણ, મોહસાહિત અને ચારિત્રિક ધોરણોની આપણના સ્વછંદતાની મનોવૃત્તિને લીધે પારિવારિક સંબધો સામે ઉપસ્થિત થયેલા ગંભીર પ્રશ્નો ,’જનરેશન ગેપ’, વડીલોના માનસન્માનની ઉપેક્ષા , સમાજ જીવનના પાયા હચમચી ઉઠ્યા છે, જેની દુરોગામી અસરો આગામી ૨૦ વર્ષોમાં ભયાનકતા ધારણ કરી શકે છે. યૌવનની હતાશા ક્રોધનું રૂપ ધારણ કરી અનેક સમસ્યાઓ સર્જી શકે છે. એમની હતાશા ક્રાંતિ સર્જી શકે છે. ‘સરોગેટ’ મધરના પ્રશ્નો માતા-પિતા સામે એક પડકાર બની જશે જેને કારણે પારિવારિક જીવન હચમચી ઉઠી શકે. આવતાં ૨૦ વર્ષોમાં યુવાનો શોષણ અને ભ્રષ્ટાચારનો વિરોધ કરવા કમર કસશે. ભ્રષ્ટ સત્તાધીશોને સત્તાવટો આપશે.

                 મને યૌવનમાં શ્રદ્ધા છે,એ કદી હાર્યું નથી, એ ભૂલું પડી શકે ,ભટકી પણ શકે પણ એ પડ્યા રેહવામાં માનતું નથી.પડ્યા પછી ધૂળ ખંખેરીને ઉભા થવામાં એ નાનમ નથી માનતું.

                 ડૉ. રાધાકૃષ્ણએ ચેતવણીના સ્વરમાં કહેલી વાત યાદ રાખવા જેવી છે: ” વિશ્વવિદ્યાલયોનું કામ ટેક્નીકલ આવડત વાળા અને વ્યવસાયિક ક્ષમતાવાળા માણસો કરવા માત્રનું નથી,પરંતુ તેમનામાં કરુણાની ભાવના તેમ જ સાચી લોકશાહીની ભાવનાયુક્ત વ્યવહારના ગુણો પેદા કરવાની જવાબદારી પણ વિશ્વાવિધ્યાલયોની છે ….આથી આપણા દેશને મહાન વૈજ્ઞાનિકો,એન્જીનીયરઓની જરૂર છે ખરી ,પરંતુ સાથોસાથ તેમને માનવતાવાદી બનાવવામાંથી છટકી શકીએ નહી. વિજ્ઞાન અને ટેકનોલોજી કાઇ બધું જ નથી. એક પ્રખ્યાત વિધાનની આપણને નોંધ લેવી જ જોઈએ કે કરુણાના વિકાસ વિના માત્ર ભણવાથી આપણે રાક્ષસ બનીએ છીએ. આથી, એવા માત્ર ભણેલા ગણેલા જ નહી પરતું પીડાતી માનવજાતિને માટે જેમના હૃદય કરુણાથી છલકાતાં હોય એવા યુવક-યુવતીઓ કોઈ વિશ્વાવિધ્યાલય તૈયર ના કરે તો તેવું વિશ્વાવિધ્યાલય પોતાને એક સાચું વિશ્વાવિધ્યાલય ન ગણાવી શકે!”

           એટલે ઘર,પરિવાર ,શાળા-મહાશાળાઓ,વિશ્વાવિધ્યાલયઓ અને ધર્મસ્થાનો યુવા ઘડતરનાં મંદિરો બનવા જોઈએ, નહીં તો વિફરેલું યૌવન માઝા મૂકશે,ત્યારેએ દેશ-દુનિયાને બચવાનો કોઈ જ આરો નહીં રહે. ભારત  સહિત સમગ્ર વિશ્વને આ વાતને સમજવાની જરૂર છે. કેટલાક યુવાનો ઉન્માર્ગે ચઢી ડૂબવા હોય એટલે યૌવન ડૂબી રહ્યું છે. એવી નિયતિ રાખવાની જરૂર નથી. ડૂબવું એ યૌવનનું નિયતિ નથી. એટલે રોબર્ટ બ્રિજિજે યૌવનને ઉદેશીને કહ્યું છે તે આદર્શનું યૌવનને સ્મરણ કરાવીએ :

“ O youth whose hope is high , who dost to truth aspire, whether thou live or die, o look not back nor tire.”

મતલબ કે હે યુવક! તું જેની આશા એટલી ઉંચી છે,તું જે સત્યની પ્રાપ્તિની આકાંક્ષા ધરાવે છે ભલે તું જીવે કે મારે, પણ પાછુ વાળીને જોઇશ નહી, કે ક્યારેય થાકતો નહીં!

ડૉ. ચદ્રકાંત મહેતા

પૂર્વ ઉપકુલપતિ, ગુજરાત યુનિવર્સીટી

કટાર લેખક :ગુજારત સમાચાર

About veenayj

Leave a Reply

Scroll To Top