બીજીવાર ખિચડીને પેલો પાંચમો યાર

આ આખરી આઝાદીની પળોમાં અમે એ બધી વાતોને વાગોળી લેવા તૈયાર હતા. એ આખરી રાતને અમે યાદગારબનાવવા તત્પર હતા. જુનિયર સાથેનું એ આખરી ડિનર “ચીઝ એન્ડ ચિપ્સ્”માં લ​ઈ રહ્યા હતા પણ અમે ચારેય હજુ એપાંચમાને મિસ કરી રહ્યા હતા, એ પણ પોતાની આખરી પળોને યાદગાર બનાવી લેવામાં મસગુલ હતો.

બર્ગરને ફ્રાઇસના ડકાર મારીને અમે બધા રુમીઓ(સીવાય પાંચમા) જે સાત સેમેસ્ટર કર્યુ તે જોવા રાજહઁસ ગયા હતા,મતલબ “ઊંગલી” જોવા ગયા હતા. ૧૦:૩૦એ અમે ઈમરન, કંગના અને લુંગીવાળા હુડાને જોવા સ્ક્રિન-૧ માં ધુસી ગયા. અંહીઅમે ચારના ન​વ થઈ ગયા હતા. ભલે મુવિનો તો ખાસ એવો આનંદ ન મળ્યો પણ છેલ્લિવાર સાથે રહેવાનો એ લહાવો જકંઈક અનેરો હોય છે. પણ હું એ બધી ફિલ્મોમાં “સીગરેટ સ્મોકીંગ ઇઝ ઈઞુર્યસ ટુ હેલ્થ” બોલવાવાળા પાંચમાને મીસ કરીરહ્યો હ્તો.

હવે સમય હતો ૧૨:૪૫ અને અસલ મજા શરુ થ​વાની હતી. નીકળી પડ્યા અમે સેલ્ફ મારીને ડભાણ તરફ. અમારીસાથે લાક્ડાનો મોટો જ્થ્થો હતો અને આખરે અમે પહોચ્યા અંબીકા હોટેલે. આમ તો તમને આ નામ જાણીતું નથી લાગતું એ હુંજાણું છું એટલે થોડું વધારે બતાવું તો, ડભાણ ચોકડી પાસે તુલસી હોટેલની બાજુમાં. આમ તો રાતે બેસ​વા અને ચા માટે તુલસીફેમસ છે પણ​, ત્યાં બાજુના ટેબલ પર બેઠેલી ગર્લ્સથી થતી લતા મંગેસ્કરના ગીતોની બેઈજ્જ્તી અમારાથી જોઇ કે સાંભળીનહિ શકાતા આજે અમે અંબીકાએ બેઠા. પણ આ તો ગૌણ, મુખ્ય કારણ તો એ તાપણું જેને આપણે “કેમ્પફાયર” જેવા નામથીઓળખીએ છીએ એ હતું. અને હ​વે એ લાકડાઓને અમે આગની ચિનગારી આપીને ફરતે બારે બાર જ્ણ ખુરસી પર ગોઠવાઈગયા. લાકડાઓને એટલો જથ્થો ભેગો કર્યો હ્તો કે અમારે સ​વાર સુધી ચાલે. અમે પહેરેલા ગરમ કપડા હવે પરસેવો વાળીરહ્યા હતા. ચારે બાજુથી આવતી ઝાંકળ સાથેની ભીની ઠંડી, આગળથી આવતી આગની હુંફ, મેમરી ફુલ થાય ત્યાં સુધિ પાડેલાગ્રુપી, હાથમાં ચાની ટ્રેડિસનલ પ્યાલી અને ગપ્પાઓનું અદભુત કોમ્બીનેશન અમે ક્યરેય નહિ ભુલી શકીએ.

આખરે અમે અંબીકા જેના માટે અમને આકર્ષે છે એ વઘારેલી ખીચડીને આરોગી લીધી અને વાતોના એ વંટોળમાંએવા તે ફુંકાઈ ગયા કે ખબર જ ના પડી કે મિનીટની જેમ કલાકના કાંટાઓ ફર​વા માંડ્યા. હજુએ ખિચડીનો સ્વાદ અમારી ડાઠેચોંટ્યો જ હતો. બીજીવાર આ સ્વાદને અમે ઝંખીએ છીએ પણ ચોખા જ ન બચ્યા. આખા સાત સેમેસ્ટરની વાતો અને એપાંચમાની યાદોમાંને યાદોમાં અમે પાંચના કાંટાને આંબી ગયા. શીયાળાની સીમાએ ઊભા હોય તેવી ઠંડી અને ગરમા ગરમવાતો જે કદાચ અંહીયા લખું તો હું આખા છાપામાં પણ નહીં સમાવી શકું. ચાની ચુસકી મારી, દેત​વા પર પાણી રેડી અમે રુમજવા નીકળી પડ્યા. છેવટે રુમે પહોંચ્યા અને બ્લેન્કેટમાં ઠંડીથી સંતાઈ ગયા.

આ રાતને હું ક્યારેય નહી ભુલી શકું કેમકે આ આખરી રાત હતી દોસ્તો સાથેની નડિયાદમાં. છતા મને એ બે વાતનોઅફસોસ જિંદગીભર રહેશે જે આખરી રાતમાં હું ચુકિ ગયો, “બીજીવાર ખિચડીને પેલો પાંચમો યાર”.

જતીન જીવણી

સેમેસ્ટર-૮ આઇ.ટી.

 

 

 

About Tanya

Leave a Reply

Scroll To Top