“થોડી વાત ગુજરાતીમાં પણ કરી લઈએ…”

Gujarati Dictionary

જ્યારથી અંગ્રેજીયુગ શરૂ થયો છે ત્યારથી ગુજરાતી ભાષાની હાલત કફોડી થવા લાગી છે, આજે જ્યાં પણ જાવ, મોટા મોટા મોલ્સમાં કેનાનીનાની દુકાનોમાં બધાજ પાટિયા અંગ્રેજીમાં. આપણે તોઠીક પણ જે લોકો માત્ર ગુજરાતી યુગમાં જ જન્મેલા છે તેણે તો બીજા બેને પૂછવું પડે કે  “ભાઈ પેલું શું છે અને તેની કિંમત શું છે?” કાં તો એને ઘરમાં ચુપબેસી રહેવું
પડે!

એવી જ વાત આપણા ઉચ્ચ શિક્ષણમાં છે. જ્યારથી કોલેજમાં એડમિશન લીધું છે ત્યારથી મારા ગુજરાતી શબ્દકોશમાં અંગ્રેજી શબ્દોએ ઘૂસમારી છે અને ગુજરાતી શબ્દો ભુલાવા માંડ્યા છે. પણ જે કાઈ શબ્દો બાકી રહ્યા છે તેનાથી અહિયાં વર્ણવું છું. “viva” હોઈ કે “interview” (એ બંનેના ગુજરાતી શબ્દો તો આવડતાજ નથી અને જો કદાચ ક્યાંકથી શોધીને લખીશ તો મને વિશ્વાસ છે કે બીજા કોઈને ખબર નહિ પડે!) બંને માં એક જ વાત ” Please speak in English.” એટલે આપણે ગુજરાતી એક બાજુ મુકવું જ પડે. ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વઘટવાનું બીજું કારણ આપણું “સોશ્યલ મીડિયા” પણ છે. તેમાં પણ આપણે ગુજરાતીમાં વાત તો કરીએ છે પણ બિચારું ગુજરાતી…એની હાલત આપણે કેટલી હદ સુધી બગાડી નાખી એનું એક ઉદાહરણ આપું છું, “kevumaja ma ne?” હવે આજ લખવાની આપણને ટેવ પડી ગઈ હોય તો આપણને જોડણી સાથે ગુજરાતીમાં લખવામાં હવે તકલીફ તો રહેવાની જ !! સારું છે સમાજમાં કેટલાક ગુજરાતીને પ્રોત્સાહન આપનારા લોકો પણ હજુ છે તેમાંનું એક “ડીડીયુકનેક્ટ” નો હું અભાર માનું છું અને આવા લોકો રહેશેજ એવું મારું માનવું છે.

અને અમુક લોકોનું માનવુંએ હોય છે કે મોટી વ્યક્તિ જોડે વાત કરવી હોય તો અંગ્રેજીમાં જ બોલવું પડે ભલે ને એ પણ ગુજરાતી હોય મને આ ખબર નથી પડતી કે આ કેવો નિયમ છે? “આપણે ગુજરાતીમાં બોલીશું તો નીચાદે ખાઈશું !!!” ઠીક છે હું માનું છું કે ઉચ્ચ-શિક્ષણમાં અંગ્રેજીને મહત્વ આપવું જોઈએ કારણ કે તે આંતરરાષ્ટ્રીય ભાષા છે પરંતુ તેના લીધે ગુજરાતીનું પભુત્વ તો ઘટવું ના જ જોઈએ. આજે આપણે જોવા જઈએ તો કેટલાય રોજ-બરોજના ગુજરાતી શબ્દોનું સ્થાન અંગ્રેજીએ લઇ લીધું છે. હવે ગુજરાતી કુટુંબોમાં પણ શુભ પ્રભાત અને શુભ રાત્રિ “ગુડ મોર્નિંગ” અને “ગુડ નાઈટ” માં બદલાઈ ગયું છે.

પણ ગમે તેટલી બાધાઓ આવે એક ગુજરાતી દિલતો ગુજરાતી જ રહેવાનું અને ગુજરાતી હોવાનો ગર્વ ગુજરાતીને પૂછે તો જ ખબરપડે. જ્યાં કોઈ ઓળખીતાની અપેક્ષા ન હોય અને ત્યાં ગુજરાતી મળી જાય તે વખ તે જે આનંદ મળે તે કાઈ અલગ જ હોય. એમ તો આજે દેશના વડાપ્રધાન પણ ગુજરાતી જ છે અને એ કોઈ બીજી મોટી વ્યક્તિને મળે તો પણ કઇ અલગ જ ખુશી મળે છે જે તમે અનુભવ્યું હશે. આ બધું એક માતૃભાષાના તારથી આપણે વણાયેલા છે તેના લીધે છે. આજે પણ કોઈ જગ્યાએ જયા હોઈએ અને કોઈ પૂછે કે “આમાંથી કોણ ગુજરાતી છે ?” તો એક ગુજરાતીની છાતી બે ઇંચ પહોળી થઇ જાય અને ગર્વથી બોલી ઉઠે હા હું ગુજરાતી છું. તેવી જ રીતે કોઈ સમારંભમાં કે કાર્યક્રમમાં જઈએ અને ત્યાં કોઈ પ્રસિદ્ધ વ્યક્તિએ ક પણ શબ્દ કે વાક્ય ગુજરાતીમાં બોલે તો, “અલાં આ તો આપડા ગુજરાતી !!!! “અને મોઢા પર ચાર ચાંદ લાગી જાય,

આમ હું કહેવા માગું છું કે આ વાત એકલી ગુજરાતી ભાષા માટે નથી બધી માતૃભાષાઓ માટે છે. આપણે ભલે એક બીજાને ઓળખતા ન હોઈએ પણ આપણે બધા એક માતૃભાષાના રંગથી રંગાયેલા છે એ પછી ગુજરાતી હોય કે બીજી કોઈ.. આપણે આપણી માતૃભાષા પરનું પ્રભુત્વ ગુમાવવું ન જોઈએ અને તેનો આદર કરતા શીખવું જોઈએ. એટલે જ એક ગુજરાતી હોવાને લીધે હું કહું છું કે “થોડી વાત ગુજરાતીમાં પણ કરી લઈએ”.

પટેલ કૌશલ કે.

કેમિકલ, સેમ 6

About Tanya

Leave a Reply

Scroll To Top