તહેવારોની બ્રાંડ વેલ્યુ

સપરમે દા’ડે સંકલ્પ : વાંચીને મગજ જરા ગોટાળે ચડશે. સંકલ્પ તો ખબર પડી, દા’ડે ય અમુકને ખબર પડશે, ના ખબર પડી હોય એમના માટે દા’ડે ઍટલે દિવસે નુ અપભ્રંશ થયેલુ વર્ઝન (હવે ભાઈ, અપભ્રંશ ઍટલે શું? ઍ ના પુછતા.),પણ આ સપરમે ઍટલે વળી શું? શોર્ટ માં કહું તો સપરમો દિવસ ઍટલે તહેવારનો દિવસ. અલ્ટીમેટલી, સપરમે દા’ડે સંકલ્પ ઍટલે તહેવારના દિવસે અથવા કોઈ શુભ દિવસે કરેલો સંકલ્પ. અરે ચિંતા ના કરો કોઈ સંકલ્પ નથી લેવાનો, બસ થોડી નાની પણ મજાની વાતો યાદ કરવાની છે. આપણી ભારતીય સંસ્કૃતીમાં તહેવારોનું ખુબ મહત્વ છે. દરેક ધર્મ, દરેક સંપ્રદાય, દરેક વર્ગના ભારતીયો આ તહેવારોને અતી ભવ્યતાથી ઉજવે છે. પછી એ દિવળી હોય, ઈદ હોય, ક્રિસમસ હોય કે પર્યુષણ.
આપણા તહેવારો વિશે લખવા બેસવાનું હોય તો અનેક મેઘાણીઓ, અનેક શેક્સપીયરોની જીંદગી ખર્ચાઇ જાય. પણ હમણાં દિવાળી અને નવરાત્રીનો તાજો તાજો નશો છે ઍટલે તહેવારો વિશે લખવાનું મન થયું. જોકે તહેવારો વિશે ઘણું લખાયુ છે. તમેય પ્રાઈમરી સ્કૂલમાં 4-5 પેજનો નિંબધ લખ્યો હશે.(પણ જેટલુ લખાયુ હશે ઍટલુ વંચાયુ નહીં હોય કારણકે આપણે ત્યાં ‘રાઈટિંગ ટુ નૉ વન’ નું નસીબ લઈ જન્મેલા લેખકો ની સંખ્યા વાંચકો કરતા વધુ છે.)
સમય જતાં ઘણું બદલાઈ ગયુ છે. નવરાત્રીથી વાત શરૂ કરીઍ તો સોસાયટી અને મહોલ્લામાં રમઝટ બોલાવતા ખેલૈયાઓ પાર્ટીપ્લોટ કલ્ચર તરફ વળ્યાં છે. ‘કીડી બાઈ ની જાન’ અને ‘પંખીડા તૂ ઉડી જાજે’ જેવા ઍવરગ્રીન ગરબા ની સાથે સાથે યુવાઓ બૉલીવુડ સૉંગ્સ પર ઝૂમે છે. તોય ટ્રેંડસેટર ‘બૅમ્બૂ બીટ્ઝ’ ની બાદશાહત હજુય અકબંધ છે. ભલે, ગંગનમ સ્ટાઈલ ને યુટયુબ પર ગમે તેટલી હિટ્સ મળી હોય પણ ભાઈ, આપણે તો ‘સનેડા’ના તાલે જ ઝુમીશુ.
આ સાથે ગુમાવ્યુ પણ ઘણુ છે. જ્યારે ઍ જુના દિવસો યાદ આવી જાય ત્યારે આંખ ભીની થઈ જાય છે. પણ શું થાય? ઍ દિવસોને ‘જુના’ નું ટૅગ જો લાગી ગયુ છે તો પાછા તો આવે નહી.. અફસોસ.! મારી વાત કરુ તો નવરાત્રી નજીક આવતા જ ગજબનો રોમાંચ આવી જતો. ઍ ગબ્બર બનાવવાનો ઉન્માદ, હોંશે હોંશે બધાં કામ કરવાનો જુસ્સો, આપણાથી નાનાઓને ઓર્ડર કરી લીડર હોવાનું ગર્વ, રાત્રે આરતી પતે ઍટલે દોડીને ઘરે જઈ નવા કપડાં પહેરવાનો આનંદ અને છેલ્લે ગરબા રમતા સરખુ ના આવડતુ હોય તોય ગરબા રમવાનો ઉત્સાહ. બધું જ ક્યાંક કર્ણાવતી ક્લબના ઓઠા હેઠળ વિલીન થઈ ગયુ છે.
દિવાળીના ઈક્વેશન પણ કઈંક આવા જ છે. પહેલા તો દિવાળીના દિવસે સાંજે ગાગમાગડી (કેટલાકે તો સાંભડ્યું ય નહી હોય. થાય થાય, મને પણ ટાઇપ કરવા માં તકલીફ થઈ’તી.) લઈને ઘરે ઘરે જવાનું તેલ પુરવવા પછી બધા સાથે મળીને આતશબાજી શરૂ. નવા વર્ષે મળતા મોટાઓના આશીર્વાદ ની સાથે સાથે ઍક્સટ્રા બોનસ તરીકે મળતો કડકડતી નૉટ્સ જમા કરવાનો આનંદ અજબ જ હોય છે. પણ ઍ 3 ડેઝ-4 નાઇટસ ના ટૂર પેકેજમાં ક્યાંક ખોવાઈ ગયો છે. તોય કન્ડીશન સાવ નાખી દેવા જેવી નથી. આજે પણ દિવાળી ઍટલા જ ઉત્સાહ થી ઉજવાય છે જેટલી વર્ષો પેહલા. આજે પણ દરેક ઘર માં જાત જાત ની વાનગીઓ અને મીષ્ટાન બને છે. ઘૂઘરા, મઠીયા, ચોળાફળી, ફરસીપુરી, સોનપાપડી, હલવાસન, કજુકતરી અધધધ અને બીજુ કઈં કેટલુય. લક્ષ્મીપુજા અને ચોપડાપુજન હજુય પણ ઍટલી જ શ્રધ્ધાથી થાય છે અને નવા વર્ષ ને આજે પણ ઍટલા જ ઉમંગ થી વધાવાય છે.
હજુય કઈં બધુ ગુમાવ્યુ નથી. અને પરિવર્તન ઍ તો પ્રકૃતી નો નિયમ છે તો આજ ની પીઝા-બર્ગરની જનરેશન ને ફાફડા-જલેબી ડાઉનમાર્કેટ લાગે અને રુઢીચુસ્ત પરંપરા ને અનુસરવુ ના ગમે ઍ સહજ છે. પણ આવતી દશેરા ઍ ફાફડા-જલેબી ની લુફ્ત ઉઠાવી જો જો, ફોર અ ચેંજ, મોજ પાડી જશે.
વાતો તો ઘણી કરી, ઘણી યાદો પણ તાજી કરી. પણ સાથે સાથે આપણી સંસ્કૃતી, સભ્યતા અને તેના મુલ્યો ની જાળવણી પણ જરૂરી છે. સપરમે દા’ડે કરેલા સંકલ્પો જેમ કે હવે પછીના સૅમમાં મન લગાવીને સ્ટડી કરીશ, ફેસબુક પર પર બહુ ટાઈમ નહી બગાડુ વગેરે વગેરે, આમાં આ ઍક વધુ ઍડ કેરી દો તો ખરા અર્થ માં આપણા તહેવારોની બ્રાંડ વેલ્યુ વધી જશે. નવરાત્રી કેમ નવ દિવસ સુધી ઉજવાય છે? દિવાળીને કેમ દિવાળી કહેવાય છે? આપણી આવનારી જનરેશનને ઍટલીસ્ટ આટલી તો ખબર હોવી જ જોઈઍ. ક્રિષ્ના ફક્ત એનિમેશન મૂવી ના સુપરહીરો ના બની રહે એની તકેદારી રાખવી જ રહી, આફ્ટર ઓલ સવાલ ભારતના અસ્તિત્વનો છે, આપણા અસ્તિત્વનો છે.

About De' HIREN

Leave a Reply

Scroll To Top