ગુજરાતી સાહિત્યની ગરીમા

વાત એ મોર બની થનગાટ કરતા ઝ​વેરછચંદ મેઘાણીની હોય કે પછી બુમ પાડી ને છે કો મારું અખિલ જગમાં કહેતા ઉમાશંકર જોશીની હોય, આ મીઠાશ અને આવી દેશી સુવાસ આપણને ગુજરાતી લહેરથી પુલકીત કરી દે છે, તો ચૌદ વરસની ચરણ કન્યા આપણને જોશથી ભરી દે છે. આખા દિવસના થાકને પળભરમાં ઓગાળ​વાનું કામ કોઇ ગામડાના ચોરે ગ​વાતું કોઇ લોકગીત જ કરી શકે. છતાં પણ આજનો યુવાન એ ” I’m so lonly” પાછળ કેમ એકલા કાનમાં ભૂંગરા ભરાવીને સાંભળે છે. એ દેશી રિત મુકીને “gangnam style” પાછળ થયો છે આ જોતા મને ગુજરાતી સહિત્યના ભ​વિષ્યની ચિંતા થાય છે.

પણ આના પાછળ આપણે જ જ​વાબદાર છીએ, કેમકે આપણે જ નાના બાળકને

“પંદર એકા પંદર,

ગાડી આવી અંદર​.

ગાડીએ મારી ચીસ​,

પંદર દુ ત્રીસ​.”  ને બદલે,

“Twinkle, twinkle, little star,

 

How I wonder what you are!

 

Up above the world so high,

 

Like a diamond in the sky.”શીખ​વાળીએ છીએ.

 

મને ક્યારેક ચિંતા થાય છે કે કદાચ આપણે એ વારસાને ભુલી તો નહિ જઈએ ને! પણ ભલે ગુજરતી દુનિયાના ગમે તે ખુણે જાય, ભલે તે ગમે તે ભાષામાં ભણે, ગમે તે ભાષા બોલે અને ગમે તે આધુનિક તકનીક વાપરે પણ ચેટિંગમાં તો એ “kem 60?”,”su chale bhai..” એવું પણ લખશે જ​.

જો હું અને મારા મિત્રો કોલેજના આઠમાં સેમેસ્ટરમાં પણ જો લેખ લખી શકતા હોય​, જો DDU CONNECT જેવા અંગ્રેજી છાપાની ટીમ જો ગુજરાતી છાપું બનાવી શકતા હોય તો કોઇ સ​વાલ નથી આપણા આ ગુજરાતી સાહિત્યની ગરીમાને કોઇ આંચ આવે.

ભલે આંખ વાંચે અંગ્રેજી, ભલે હાથ લખે ,

ભલે જીભ બોલે , પણ  દિલના પાક્કા ગુજરાતી,

બાપલા અમે દિલના પાક્કા ગુજરાતી….

 

જતીન જીવણી

સેમેસ્ટર-૮ આઇ.ટી.

About Tanya

Leave a Reply

Scroll To Top