કરામત

અશ્વિની ભટ્ટ, મૂળ અમદાવાદના વતની અને ૨૦મી સદીના મહાન સાહિત્યકાર અને અભિનેતા, દ્વારા વિરચિત “કરામત” એક સુંદર અને રોમાંચક નવલિકા છે. તેમાં દર્શાવેલા પાત્રો વાસ્તવિક જીવન સાથે સંકળાયેલા લાગે છે. ખૂબ જ ખ્યાતિ પામેલી ‘કરામત’ના મુખ્ય પાત્રો વિદ્યા, તેનો નાનો ભાઈ અને મિત્રોની મદદ વડે થતી શહેરના ઘેરેણાંના મોટા શેઠ સાથેની છેતરપીંડીનું કાવતરું વર્ણવે છે.

શરૂઆતથી વિદ્યા અને તેનો ભાઈ ઠગ હોય છે. પરંતુ નાની-મોટી ખિસ્સા ચોરીથી કંટાળેલા ભાઈ-બહેન હવે કંઈ નવું અને મોટું કરવાની ઈચ્છા સાથે એક યોજના બનાવે છે, જેમાં મિત્રોને પણ શામેલ કરે છે. વિદ્યા એક શેઠને ઘરેણાં ખરીદવાના બહાને મળે છે અને ટૂંક સમયમાં શેઠ વિદ્યાના પ્રેમમાં પડે છે. ત્યાર બાદ વિદ્યા ધીમે-ધીમે શેઠને કહે છે કે તેનો પતિ (ખરેખર તો ભાઈ) શેઠને સોના માટે બજાર કરતા વધારે પૈસા અપાવી શકે તેમ છે. શેઠ વિદ્યાના પ્રેમમાં છે છતાં પોતે કુશળ વ્યાપારી છે. તે વિદ્યા પર ભરોસો મુકવાના બદલે તેના પતિને શરૂઆતમાં ઓછુ સોનું આપે છે. ભરોસો જીતવાને ખાતર વિદ્યા પહેલી વાર બજાર કરતા વધારે પૈસા પણ ચુકવે છે. શેઠને ભરોસો બેસે છે અને હવે વિદ્યા અને તેની ટોળીની ખરી કરામત શરુ થઇ છે. વધારે પૈસાની લાલચમાં શેઠ બીજી વાર વધારે જથ્થામાં સોનાનું પરિવર્તન રૂપિયામાં કરવા પ્રસ્તાવ મુકે છે પરંતુ મોટા જથ્થાના કારણે આ વખતે મુલાકાત અવાવરા સ્થળ પર ગોઠવવા માં આવે છે. સ્થળ પર પહોંચતા સાથે જ તેમના પર હુમલો થાય છે. શેઠનું સોનું હુમલાવરો પડાવી લે છે અને નાસી છુટે છે. તુરંત જ પોલીસ આવે છે. શેઠને સવાલો કરવામાં આવે છે અવાવરી જગ્યામાં આવવાનું કારણ અને બીજા ઘણા સવાલો! શેઠ ભ્રષ્ઠચારી પોલિસને રુપિયા આપીને છટકી જાય છે. પોલીસ અને હુમલાવરો ખરેખર તેના જ મિત્રો હોય છે નકલી પોલીસ અને નકલી હુમલાવરો!! આમ શેઠને ક્યારેય વિદ્યા કે તેના પતિ પર શક નથી જતો અને અવાવરી જગ્યામાં આવા મોટા શેઠ અજાણી સ્ત્રી અને અજાણ્યા પુરુષ સાથે શા કારણે હતા એવા સવાલોના ડરના કારણે ક્યારેય પોલીસ ફરિયાદ પણ નથી કરી શકતા. શેઠને અંતે સોનું ગુમાવવું પડ્યું!

આ સમાજમાં ઘણા વિદ્યા અને તેના ભાઈ જેવા લોકો વસે છે જેનાથી હંમેશા ચેતતા રહેવું. તેથી જ કોઈ એ કહ્યું છે “ચેતતો નર સદા સુખી”. નવલિકા કરામત જીવનના ઘણા અધ્યાય શીખવે છે. કરામત પ્રમાણે અજાણી ‘વિદ્યા’નો ભરોસો યોગ્ય નથી અને ‘શેઠ’ ની લાલચ બુરી બલા છે. જે માણસને અંદરથી ખોખલો કરી નાખે છે.

 

કિર્તી પડસાલા

સેમિ.-૪,મિકેનીકલ

padsalakirti@ymail.com

 

About Tanya

Leave a Reply

Scroll To Top